Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Romance Inspirational Others

4  

Nisha Shah

Romance Inspirational Others

રેશમગાંઠ

રેશમગાંઠ

1 min
263


રોજ સવારે નીકળતા,

ન માંગે કદી એ રૂમાલ,

ન માંગે કદી એ બેગ,

ન માંગે કદી એ પાણી.


એ માંગે રેશમગાંઠ કંઠહારની

જે બંધાતી મારા બે હાથ થકી.

ને વળી માંગે કંઠમાળ હંમેશા,

જાવા ટાણે મારા બે હાથની !


આ વાત નહિ આજની કે કાલની

આ તો ચીલાચાલુ ચાલતી વર્ષોથી.

પણ વિસરાઈ ગઈ એ કાળના વમળ મહી.

જિંદગીની ઘટમાળ જેમ આગળ ધપતી ગઈ.


વાયા વર્ષોનાં વ્હાણાં ને

વાત ફરી એ આવી યાદ

વેળા વસમી આવી જ્યારે

વિખૂટા પડવાની આજે !


લાડ લાડમાં ફરી એણે

માંગી એ ગાંઠ કંઠહારની

બાંધી દીધી ઝટપટ ઝટપટ

આનંદથી હરખાઈને મેં પણ


બીજી ઘડીએ એ છોડી દીધી

જરીક ગુંચવાઈને મેં

ને ગૂંથાઇ ગઈ બીજા

બેગ બિસ્તર બાંધવાને.


પુછ્યું એમણે કે આમ કેમ ?

રિસાઈ ગઈ કે ગુસ્સે ભરાઈ ?

બાંધી ગાંઠ છોડી કેમ ?

વાત કાંઇ સમજાઈ ના !


મેં કહયું શું કરું તો !

ભૂલ ભૂલમાં બંધાઈ ગયું

મન મારું એની સાથે

છોડી દીધી તેથી જ તરત એ રેશમગાંઠ !


Rate this content
Log in