Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Tragedy

2  

Hemaxi Buch

Tragedy

ઈશ્વર

ઈશ્વર

1 min
475


તું ઈશ્વર શાનો?

એટલો અધિકાર છે ખરો?

જરા વિચારી જો

આટલી મર્યાદા જો તને હોય,

તો ક્યાં અંતર રહ્યું તારા માં ને અમારામાં,


આટલી મોટાઈ કેમ અને શાની?

ભલે અમને બા જોઈએ મોટાઈ,

પણ મુશ્કેલીમાં કે એમ જ

પૂજ્ય થવાની આ ચેસ્ટા કેમ?


એક દિલ ચીસો પાડી રડતું હોય,

અને તું ચૂપ રે એ ક્યાંની મહાનતા?

થોડું ભાવ અને નરમાશથી વર્તે

તો આ તારા બનાવેલા 

તને હૈયે ઝુલાવે

માથે બેસાડે,

પણ તું તો ડરાવી રાખવામાં માને

કેમ ખરું ને?


ઈશ્વર એટલે પત્થરની મૂર્તિ,

શું કદી કોઈ કામ થાય ખરું?

કેટ કેટલી પ્રાર્થના, ભોગ, નૈવેદ્ય

ચઢાવો, બધા આખડી,

બધામાં વ્યસ્ત રાખી પોતે જલસા કરે,

અને ન્યાય પણ કેવો,

ના કઈ વાંક ના ગૂનો,

સજા તો આકરી જ,


સૃષ્ટિ નું સર્જન ભલે કર્યું હોય,

સુંદરતા ચોમેર વિખેરી હોય,

રંગોથી રંગીન બનાવ્યું હોય,

અવનવા દૃશ્યો સર્જ્યા ભલે હોય,

પણ જ્યાં એક દિલ આબાદ 

ના કરી શકે,

એક દિલ ના અરમાન પૂરા ના કરી શકે,

સપનાઓ રગદોળી નાખે પળવારમાં,


સ્ત્રી જેવું કોમળ હૃદય,

ના મૂકી શકે એક પુરુષમાં

લાગણી ભલે ના સર્જી શકે,

ઉર્મિઓ ભલે ના હેત લાવી શકે,

હેવાનિયત એ જો ના ટાળી શકે

આ સૃષ્ટિમાંથી,

તો આ ઈશ્વર એ ઈશ્વર કામનો શું?


શેની આટલી બડાઈ લેવાની,

ઈશ્વર ના પદની લાજ ના રેતી હોય તો,

કરી લે જેટલી કસોટી કરવી હોય,

તારા જ બનાવેલા છીએ,

તારા સર્જનની ઈચ્છા પૂરી કરી શકે તો તું ઈશ્વર શાનો?

તું ઈશ્વર શાનો?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy