Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Inspirational

3  

Kiran shah

Inspirational

મર્મ

મર્મ

1 min
504

એક ઘા કરવાની વાર હતી,

ત્યાં બૂમ સંભળાય,

'ઊભા રેજો હો...

આ બલિ આપવાનો હક્ક કોણે આપ્યો ?

અરે ! તમારા સ્વાર્થ કાજે,

આ ભોળુડા પશુનો ભોગ.

ત્યાં તો ચારે બાજુ શોરબકોર,

બહાર ધકેલો એને, 

ધક્કો મારી કાઠી મૂકો.

વર્ષોની પરંપરા તોડવા આવ્યો,

માતા કોપશે તો,

સૌ હેરાન થાશું

આ દુકાળ ભરખી જાશે.

ત્યાં એક નાનું બાળ,

બોકડાને ગળે વળગાડતાં,

ના મારા ભાઈ 

તને કાંઈ નહીં થાવા દઉં.

અને બોર બોર જેવડા આંસુ,

તેના શબ્દોનો મર્મ જાણે સમજયો હોય,

તેમ એ ભોળા પશુએ 

બેં બેંનો પોકાર કર્યો.

આ જોઈ ઈશ્વરનું હૈયું ભરાયું,

રૂઠયો મેહ,

ઈશ્વરની આંખેથી વરસી પડયો.

હરખેલ હૈયા એ બાળ શોધે,

પણ, એ બાળ કયાં ?

માનવતાનો મર્મ સમજાવી,

ગયો કયાં ?

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational