Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
રોજની રમત ગઈ
રોજની રમત ગઈ
★★★★★

© Gaurang Thaker

Others

1 Minutes   13.6K    1


Content Ranking

રોજની રમત ગઈ, આયનાની લત ગઈ,
એમ જાતને થયું, મારી સલ્તનત ગઈ.

કોઇ કોઇનું નથી, એ બધું તો ઠીક પણ,
કૈંક એમ થઇ ગયું, ખુદથી પણ મમત ગઈ.

હાથ હાથથી ગયો, સ્પર્શ હાથમાં રહ્યો,
શું કરું આ દસ્તખત, આખી હસ્તપ્રત ગઈ.

ડાળ ડાળ પર હવા, પાંદડા ગણ્યા કરે,
કૈંક ભૂલ થઇ હશે, પળમાં જો પરત ગઈ.

કયાંક હું ઉભો રહ્યો, કયાંક મન ઉભું રહ્યું,
જીવ શિવ ન થઇ શક્યો, મોક્ષની શરત ગઈ.

જિંદગી જીવ્યા પછી, એક સાર સાંપડ્યો,
જે પળે જીવ્યા હતાં, એ જ પળ તરત ગઈ

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..