Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nayan Nimbark

Inspirational Romance

2  

Nayan Nimbark

Inspirational Romance

તારી યાદોના ઉપવનમાં

તારી યાદોના ઉપવનમાં

1 min
7.0K


શીખવ્યું પ્રેમ કરતાં એટલે તને પ્રણામ કરતો જાઉં;

વિચારું છું, રોજ તારા ઉંબરે રામરામ કરતો જાઉં !!

હયાતી ખુશબોની ખીલેલી, એ ચાંદની જેટલી તાજી છે;

ચાલ! તારી યાદોના ઉપવનમાં મુકામ કરતો જાઉં!!

મને ભૂલવાની તારી ગજબની આદતને સલામ;

ગીતમાં તને યાદ કરીને, તારું નામ કરતો જાઉં !!

એ ઉઠેલા પથ્થરને એક ક્ષણ લાગશે પહોંચતા;

છતાંય મારી ખામોશીમાં, તને બદનામ કરતો જાઉં !!

હયાત છું એટલે દિલ ધડકે છે તારા જ નામે;

શ્વાસોના ચાલવાનો તારા નામે ઇલ્ઝામ કરતો જાઉં !!

આવશે કોઈ દર્દે દિલ, ને ઢૂંઢશે મારા શબ્દોને;

એના દર્દને વાચા આપવાનો થોડો ઇંતઝામ કરતો જાઉં!!


Rate this content
Log in