લટકતી ગાજર
લટકતી ગાજર
દરેક ગધેડાની આગળ એક ગાજર લટકતી રાખી છે ,
માલીકે એની પીઠ પર સ્વાર્થની પોટલી પણ રાખી છે ,
નાદાન છે એ ગધેડો નિરંતર દોડ્યા કરે છે ,
પણ એણે એ લટકતી ગાજર કહેજો ક્યારે ચાખી છે?
ગાજરને ખાવા માટે એ આંખો મીચીને દોડી રહ્યો ?
લીલોત્રી હોવા છતા એ ભૂખ સહન કેમ કરી રહ્યો?
કોઈ સાદ આપે તો પણ ધ્યાન બહેરો બની દોડી રહ્યો ,
શું આજુબાજુ ગધેડા દોડી રહ્યા એટલે એ દોડી રહ્યો ?
લટકતી ગાજર આગળ વધવા એને પ્રેરિત કરી રહી ,
બીજીતરફ લટકતી તલવાર કારણ વગર ડરાવી રહી ,
મૃગજળસમી એ ગાજર એને વ્યર્થમાં લલચાવી રહી ,
નજીક છતાય સમાંતર એવી મંઝિલ તરફ દોડાવી રહી ,
મૃગજળસમી ગાજરને છેક સુધી મેળવી ન શક્યો ,
દોડતા-દોડતા લપસી પડ્યો સીધો ખાડામા પડી ગયો ,
ગાજર એને મળી પણ અ મોઢુ ખોલી ના શક્યો ,
માટીનો બનેલો એ સજીવ પોતે માટીમાં ભળી ગયો.