Harshida Dipak

Others


2  

Harshida Dipak

Others


નંદનો છે છોરો

નંદનો છે છોરો

1 min 7.0K 1 min 7.0K

જી રે હવે કાળિયાને કાળો ન કહેશો,
ગોપીઓનો ગોરો ને નંદનો છે છોરો.
જી રે હવે કાળિયાને...

છાનાં - છપનાં ગોરસ ઢોળે;
માખણ ખોળે મટુકી ફોડે,
કદંબની ડાળે બેસીને
સૂર મધૂરા એવા છોડે,
રંગ રંગમાં રોળાતો ને તોયે કોરોને કોરો...
જી રે હવે કાળિયાને...

મેઘા સામે હાથ ધરીને,
ગોવરધન ઉપાડે,
જમુના જળમાં જઈને;
ઓલા સૂતાં સાપ જગાડે,
ભેરુ સૌએ વીનવે કાના થોડો ખાજે પો'રો...
જી રે હવે કાળિયાને...

તંબૂરાનાં તારે મીરાં,
જપતી ઓ ! શામળિયા,
રાધાનાં દલડાનો તારો;
બોલે ઓ ! સાંવરિયા,
સઘળું ધરવું તારે ચરણે આવે કાં ન ઓરો...
જી રે હવે કાળિયાને...


Rate this content
Originality
Flow
Language
Cover Design