જવાબદારી
જવાબદારી
1 min
6.9K
આખાય ઘરમાં બાળકની ધમાચકડીથી
વેરવિખેર વસ્તુઓને ભેગી કરતા કરતા
સાંજ સુધીમાં એક આખેઆખી સ્ત્રીને વેરાયેલી જોઈ છે કદી?
જવાબદારીના બોજ નીચે કચડાઈને
એની આશા અને ઈચ્છાઓના થયેલા કટકે-કટકાને
એના ભીના ઓશિકા નીચે સંતાડી દઈને
બાળકને મીઠા હાલરડા એ જ ગાઈ શકે છે.