Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એક દિવસ એવો આવશે
એક દિવસ એવો આવશે
★★★★★

© Deepak Solanki

Others

1 Minutes   7.0K    7


Content Ranking

એક દિવસ એવો આવશે…
તમારે સૌને રડવું પડશેને મારે અહીંથી જવું પડશે
ગામની ગોંદરે ફરતા મિત્રોને ભૂલવા પડશે
એક દિવસ એવો આવશે…

સોળ વરસની દીકરી અને બાવીસ વરસના દીકરાને
મારે નનામીને કાંધે કરવા હજી બે જણ શોધવા પડશે
એક દિવસ એવો આવશે…

બાપને ક્યારેય જોયા નથી ને મા બિચારી આંખે આંધળી
મા આંસુ લુછવા હવે એના જ પેટે જનમવું પડશે
એક દિવસ એવો આવશે…

હે પ્રિયે ! માફ કરી દે જે સાથે જીવવા મરવાનો વાયદો તોડ્યો
શણગાર તારે તજવો પડશે, વિધવા નારી બનવું પડશે
એક દિવસ એવો આવશે…

હું કા બેઠો બેઠો વિચાર કરું મારા મરણનો
મને ખબર છે કે મારી સાથે આવું જ બનશે
એક દિવસ એવો આવશે…

વેદના ગીત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..