Harshida Dipak

Fantasy


4  

Harshida Dipak

Fantasy


ઘમ્મરિયો વરસાદ

ઘમ્મરિયો વરસાદ

1 min 13.6K 1 min 13.6K

ઘેરાણો , ઘેરાણો કંઇ ઘેરાણો છે ઘમ્મરિયો વરસાદ 

વેરાણો , વેરાણો કંઇ વેરાણો રે  ઝમરિયો વરસાદ 

               ઝીલો ઝીલોને વરસાદ ......


કાંગરિયેથી મોર ટહુકે 

નાચે ઢેલડ ગઢમાં 

     વીજલડીના ચમકારામાં 

     પવન ભરાતો સઢમાં 

સરસર  સરસર  સરકી  જાતો  સરવરિયો વરસાદ 

              ઝીલો ઝીલોને વરસાદ ......


સાત રંગના લેરણિયાંમાં 

ભીની ભાતું ઊઘડે 

     મોરપીંછને વાંસલડીમાં 

      મીઠી યાદો ઉછળે 

ચલક - ચલાણું રમતો જાણે છબછબિયો વરસાદ 

               ઝીલો ઝીલોને વરસાદ ......


સૂકી ધરતી , તપતો સૂરજ 

શ્રાવણ ફોરા માગે 

     વરસી જાને સૂપડા - ધારે 

     મનમાં એવું જાગે 

યમુના  કાંઠે  જુએ  રાધિકા  સાંવરિયો  વરસાદ 

               ઝીલો ઝીલોને વરસાદ ......


Rate this content
Originality
Flow
Language
Cover Design