Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
બ્હેન હિન્દવાણી
બ્હેન હિન્દવાણી
★★★★★

© Zaverchand Meghani

Classics Others

2 Minutes   50    2


Content Ranking

[ઢાળ - લાવો લાવો રે બહાદુરખાં મીંયાં હિન્દવાણી]

આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી !

મેં તો આવતાં તુંને જાણી બ્હેન હિન્દવાણી !

તારે અંતરે ઉજાસ તારે મોઢડે મીઠાશ તારા શબ્દમાં સુવાસ

તને ઓળખી એ એંધાણે બ્હેન હિન્દવાણી !

આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી !

દખણ દેશની દીઠી રે બ્હેન હિન્દવાણી !

તારા કાળા ભમર કેશ તારા પ્હાડી પુરૂષ-વેશ તારો ડુંગરિયાળો દેશ

આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી !

ઘુમ્યા ઘોડલે જ્યાં શિવરાજ બ્હેન હિન્દવાણી !

જેનાં ભગવે નેજે રાજ બ્હેન હિન્દવાણી !

આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી !

લેવા હિન્દવાણાની સાર બ્હેન હિન્દવાણી !

જેની ખળકી રૂધિર-ધાર બ્હેન હિન્દવાણી !

આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી !

ગોડ બંગાળેથી આવો બ્હેન હિન્દવાણી !

તારાં મૃગલી સમાં નેન તારે નયણે ભર્યાં ઘેન જાણે જમનાજીનાં વ્હેન

આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી !

દીઠી તળાવડીને તીર બ્હેન હિન્દવાણી !

ન્હાતી નદીયું કેરે નીર બ્હેન હિન્દવાણી ! તારાં વાયરે ઝુલે ચીર બ્હેન હિન્દવાણી !

આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી !

તું તો કાળકાની કુમારી બ્હેન હિન્દવાણી !

તારી કેડ્યમાં ગાગર પ્યારી બ્હેન હિન્દવાણી !

આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી !

આવો કાશ્મિરી કાલૂડી બ્હેન હિન્દવાણી !

તારા નાવડીમાં નિવાસ તારા વાડીઓના વિલાસ માથે અવનવું આકાશ

આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી !

જાણે કુંજની કોયલડી બ્હેન હિન્દવાણી !

ગોરી ગભરૂડી ગાવલડી બ્હેન હિન્દવાણી ! તારાં રૂપ તણાં અંબાર બ્હેન હિન્દવાણી ! એનો કોઇ નહિ રખવાળ બ્હેન હિન્દવાણી !

આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી !

આવો આવો રે પંજાબી બ્હેન હિન્દવાણી !

તારાં સિંહ સમાં સંતાન જેને મરવામાં છે માન ઝુલે કમરમાં કિરપાણ

ઘર્મવીરને ધવરાવતી બ્હેન હિન્દવાણી ! ગીત ગુરૂનાં ગવરાવતી બ્હેન હિન્દવાણી ! તારા ઘુંઘટ પટ ખોલ બ્હેન હિન્દવાણી ! ઘોર શૌર્ય શબદ બોલ બ્હેન હિન્દવાણી !

આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી !

દ્રાવિડ દેશની આવો રે બ્હેન હિન્દવાણી !

તારા માથડા કેરી વેણ જાણે નાગની માંડે ફેણ તારાં હીરલે જડ્યાં નેણ મુખે ખટમધુરાં વેણ

આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી !

 તારે દેવ-દેરાં નવ માય બ્હેન હિન્દવાણી ! તારી તોય લાજું લૂંટાય બ્હેન હિન્દવાણી !

તારે સાગરે બાંધી પાજ બ્હેન હિન્દવાણી ! રોળ્યાં રાવણ કેરાં રાજ બ્હેન હિન્દવાણી !

સીતાવરની રાખ્યે લાજ બ્હેન હિન્દવાણી !

આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી !

આવો રણઘેલી રજપૂત બ્હેન હિન્દવાણી !

તારી ભોમ તપે રેતાળ સંગે નીરભર્યો મેવાડ

ડુંગર દૈત સમા ભેંકાર માથે ગઢ કોઠાની હાર

બોલે જૂગ જૂના ભણકાર

આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી !

ધરમ ધેન ને સતી બ્હેન સાટ હિન્દવાણી ! તારા સાયબા સૂતા મૃત્યુ-વાટ હિન્દવાણી !

તારાં શીળ ચડ્યાં સળગન્ત કાષ્ટ હિન્દવાણી ! એની જશ-જ્યોતુંના ઝગમગાટ હિન્દવાણી !

સૂરજ ભાણ સમોવડ પૃથવી-પાટ હિન્દવાણી !

આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી !

આવો સહુ મળી સંગાથે બ્હેન હિન્દવાણી !

આવો ઉતરો ગુજ્જર દેશ જેની બેટડી લાંબે કેશ

દિલે સ્નેહ રંગીલે વેશ

આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી !

ઘૂમે ગરબે માઝમ રાત બ્હેન હિન્દવાણી !

માથે ચુંદડી મોહન ભાત બ્હેન હિન્દવાણી !

ગાતી સુખ દુઃખોની વાત બ્હેન હિન્દવાણી !

જેની ભેર પાંચાળી-ભ્રાત બ્હેન હિન્દવાણી !

આવો આવો રે બહાદુર ઓ બ્હેન હિન્દવાણી !

હિન્દ બંગાળ પંજાબ કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..