Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

સાગર જીવન – જીવન સાગર

સાગર જીવન – જીવન સાગર

1 min
472


સાગર કિનારે બેસું ત્યારે થાય એવું પ્રતિત છે,

માનવ જીવનમાં પણ સમાયેલ સાગરનું ગીત છે,


સાગરમાં આવતી હોય છે ભરતી અને ઓટ,

માનવ જીવનમાં પણ ઉતર ચડાવ નિશ્ચિત છે,


ગમે તેટલી અંદર હોય ઉછળ કૂદ,

સાગર નથી લાંઘતો સરહદ;

સાગરની જેમ હદમાં સિમિત રહેવામાં જ પોતાનું હિત છે,


મસ્ત મઝાની નદીઓનું સંગમ સ્થાન છે સાગર,

એમ સહુ સગા વ્હાલાઓની મળી રહે પ્રીત છે,


સાગર મંથનમાંથી નીકળયું હતું અમૃત ને ઝેર,

જીવન મંથનમાંથી અમૃત ને ઝેર નિહિત છે,


પ્રશાંતના પેટાળમાં તો શું શું છે સમાયું ?

માનવ મન પણ સમજાય નહીં, ઘણું ગર્ભીત છે,


સાગર કિનારે છબછબીયાંમાં મળે માત્ર રેતી ને છીપ,

પોતાની અંદર સુધી જતાં મરજીવાને જ મોતી સમર્પિત છે.


Rate this content
Log in