Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Drama Inspirational

3  

Bharat Thacker

Drama Inspirational

સમયનો તકાજો

સમયનો તકાજો

1 min
208


ચાંદ, સૂરજ, તારા અને પૂરા બ્રહ્માંડની વાત હોય છે,

દાગ વગરનો હોય ચાંદ, એવી એક અલગ ભાત હોય છે !

પ્રેમીની દુનિયા હોય અલગ, અલગ હોય છે જજબાત,

વાતોમાં હોય એવા ગળાડુબ કે રાત થઇ જાતી પ્રભાત હોય છે !


લગ્ન થાય પ્રેમીઓના, અને ધીરે ધીરે બધુ થાય લોપ છે !

ઉડે જબ જબ ઝુલ્ફે તેરી હતી, ત્યાં માથામાં ચાંદનો ઓપ છે !

પ્રેમીની દુનિયા હોય અલગ, અલગ હોય છે જજબાત,

જેમાંથી પ્રગટ થતી ચાંદની, ત્યાંથી હવે સૂરજ જેવો પ્રકોપ છે !


જ્યાંથી ઝરતા હતા ફૂલ, ત્યાંથી હવે ઉલ્કાપાત છે !

વાતવાતમાં રીસાવું અને ગમે ત્યારે અશ્રુપાત છે,

પ્રેમીની દુનિયા હોય અલગ, અલગ હોય છે જજબાત,

જાળવી જાય જે પ્રેમીઓની દુનિયા, એમનું જીવન પારિજાત છે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama