Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mittal Purohit

Drama

3  

Mittal Purohit

Drama

લાગણીઓ

લાગણીઓ

1 min
442


ભીની ભીની લાગણીઓ ને કોણ રોજ રોજ સિંચે?

બદલાતા જાય ચહેરાઓ અહી,આંખ જરા જો મીંચે..


મૃગજળ સમી છે ઈચ્છાઓ, ને હરણફાળ રણ દોડે,

ઝાડ-પાન જો દૂર થયા અહી, તો ફૂલો ક્યાંથી જોડે?


કંઠે ડૂમો તરસ બની ને દરિયા માટે જેમ ઝુરતો,

ઓટ -ભરતી ઉરમાં લઈ રોજ મને એ ઘૂરતો.


આખે આખી છે જાત ડુબાડી રહું છું તો ય કોરી,

નિચવું છું રોજ લાગણીઓને વિશ્વાસમાં ઝબોળી.


સોનેરી કિરણો છોડી ને સૂરજ રોજ આથમતો,

યાદો કેરી ઝાકળ છોડી ફરી સવારે એ ઉગતો.


નવી લાગણી, નવી માંગણી, નવી કુંપળો ફૂટે,

કરો માવજત જાત ઘસી ને તો ય એમાં કંઈક ખૂટે.


ભીની ભીની લાગણીઓને કોણ રોજ રોજ સિંચે?

બદલાતા જાય ચહેરાઓ અહી, આંખ જરા જો મીંચે....


Rate this content
Log in

Similar gujarati poem from Drama