Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandip Pujara

Inspirational

4  

Sandip Pujara

Inspirational

સવાલ મારે કોઈ પૂછવા નથી

સવાલ મારે કોઈ પૂછવા નથી

1 min
323


જેણે જવાબ સ્મિત ધરી આપવા નથી,

એને સવાલ મારે કોઈ પૂછવા નથી,


પુસ્તકની જેમ ફાટે એ સંબંધને હવે,

પૂંઠા ચડાવી, સાચવીને રાખવા નથી,


ઓચિંતુ યાદ આવે હવે કોઈ, તો ભલે

પણ ભાર દઈને કોઈને સંભારવા નથી.


યુધ્ધે ચડાવવા નથી મારે ફરીને, તો

જખ્મી થયેલ શબ્દને રૂઝાવવા નથી,


આંસુથી જેને ધોવા પડે રોજ ઉઠીને,

રાત્રે એ સ્વપ્ન આંખે કદી આંજવા નથી.


Rate this content
Log in