શિકારી
શિકારી
1 min
14.4K
સરેઆમ ઊભા સફરના શિકારી
મળ્યા કૈંક મારા જીગરના શિકારી
મને રોજ મારા વગરનો કરે છે
છે મારામાં મારા ભીતરના શિકારી
ફરે શબ્દની લઇ ને ખુલ્લી કટારો
જુદા હોય છે બસ નગરના શિકારી
પધારો તમે ડાળડાળી કહે છે
ગયા બાગથી પાનખરના શિકારી
તું મારામાં, મારી આ સમજણની વચ્ચે
કરે છે તું શું ? ઓ... ઉમરના શિકારી