Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Narshih Maheta

Classics

0  

Narshih Maheta

Classics

ગિરી તળેટી ને કુંડ દામોદર

ગિરી તળેટી ને કુંડ દામોદર

1 min
226


ગિરિ તળેટી ને કુંડ દામોદર. ત્યાં મેહતાજી ન્હાવા જાયઃ

ઢેઢ વરણમા દ્રઢ હરી ભક્તિ, તે પ્રેમ ભરીને લાગ્યા પાય... ગિરિ----

કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિતણા બહુ વદ્યા રે વચનઃ

મહાંત પુરુષ અમારી અરજ એટલી, અમારે આંગણે કરો રે કીર્તન... ગિરિ --

પ્રેમ પદારથ અમો રે પામિયે, વામીયે જનમ મરણ જંજાળઃ

કર જોડતા કરુણા ઉપજી, મહેતાજી વૈશ્નવ પરમ દયાળ... ગિરિ----

પક્ષા-પક્ષિ ત્યાં નહિં પરમેશ્વર, સમ-દ્રષ્ટિ ને સર્વ સમાનઃ

ગૌમુત્ર તુલસી વૃક્ષ કરી લીપજો, એવું વૈશ્નવને આપ્યું વરદાન... ગિરિ .

મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો રે ઑછ્છવ;

ભોર થયા લગી ભજન કીધુ, સંતોશ પામ્યા સૌ વૈશ્નવ... ગિરિ-----

ધેર પધાર્યા હરિજશ ગાતા, વાતા તાળ ને શંખ -મૃદંગ

હસી હસી નગરો તાળીયો લે છે, આ શા રે બ્રહ્મણ ના ઢંગ?... ગિરિ----

મૌન ગ્રહીને મેહતાજી ચાલ્યા, અધવધને શું ઉત્તર દેઉ ?

જાગ્યા લોક નર નારી પુછે, મેહતાજી તમે એવા શું ?... ગિરિ-----

નાત ન જાણો ને જાત ન જાણો, ના જાણો કઈ વિવેકવિચાર;

કર જોડી કહે નરસૈયો, વૈશ્નવ તણો મને છે આધાર ૦ ગિરિ---


Rate this content
Log in