Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sang Savariya

Inspirational

3.0  

Sang Savariya

Inspirational

એવા ને એવા

એવા ને એવા

1 min
13.5K


હા ! હું પણ

ફનાહ થવા તૈયાર થાવ છું

દેશ માટે,

મારા રક્તથી લાલચોળ

કરી દઉં આ ભોમકાને

વળી

દુશ્મનોના મસ્તકો વાઢી નાખું

ને ધરી દઉં

માના ચરણોમાં

મારા રક્તની અેકઅેક બુંદ વહાવી

કરું રક્ષા સરહદની

ન લોભ કે લાલચ રાખું કશા સન્માનની

ન દુશ્મનને અેક ડગ માંડવા દઉં આ ધરતી પર

રોમ રોમ મારું લોહીં ધગધગે છે

કાપું ને કાં કપાઇ જાવ

ને આખરે

વતનની માટીમાં મળી જાવ

આ સઘળા વિચારો આવે છે મને

વષેઁ ફકત બે દા'ડે

અેક છવ્વીસમી જાન્યુઆરી

ને

બીજો પંદરમી આેગષ્ટે

જ્યારે ફરકે છે રાષ્ટ્ર ધ્વજ !

પછી હોવ છું

ને પુન: અેવા ને અેવા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational