Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

તે છેતરી જવાનો...

તે છેતરી જવાનો...

1 min
6.9K


આ છેતરી જવાનો, તે છેતરી જવાનો,
એવું બધું વિચારી, મન ખોતરી જવાનો.
 
માનવની જાતમાં તું, વિશ્વાસ તો કરી જો,
આખર છે એય માનવ, એ છેતરી જવાનો?
 
પાછો નથી જવાનો, વરસાદ પ્રેમનો છે,
ભરપૂર ભીંજવીને લીલોતરી જવાનો.
 
પાલવ અગર એ માનો પાછો મળે મને તો,
ઓઢી ફરી હું એને, સો ભવ તરી જવાનો.
 
આ શ્વાસની રમતમાં પ્યાદું ભલે હું તારું,
પણ એ છતાં હું પગલી મારી ભરી જવાનો.
 
વધતો ગયો આ શહેરી, ગામો ગળી ગળીને,
એથી થયો છે રોગી, વ્હેલો ખરી જવાનો.


Rate this content
Log in