Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pragna Vashi

Others

4  

Pragna Vashi

Others

સમી સાંજે સૂરજને રોજ

સમી સાંજે સૂરજને રોજ

1 min
13.2K


સમી સાંજે સૂરજને રોજ ઢળવાનો વખત આવે,
સખી જેવી, ક્ષિતિજને એમ મળવાનો વખત આવે.

સફરનો થાક ઊતારે જઈ સાગરને ઓવારે,
સળગતા શ્વાસને દરિયે પલળવાનો વખત આવે.

કરે હિસાબ નિરાંતે પછી એ પ્હાડ પર બેસી,
અરે ભૈ ! એ રીતે તો જાત કળવાનો વખત આવે.

પથારી પાથરે નિશા ચમકતા તારલા ઓથે,
હજી ઊંઘે જરી ને ત્યાં જ વળવાનો વખત આવે.

જગત આખાને અજવાળે અગર ‘પ્રજ્ઞા’ બને સૂરજ,
ભલેને એ પછી એને પ્રજળવાનો વખત આવે.


Rate this content
Log in