Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiranjogidas Oghani

Others

4  

Kiranjogidas Oghani

Others

પછી પૂછવું, શું!

પછી પૂછવું, શું!

1 min
13.8K


હું તું અને  વરસાદ; પછી પૂછવું, શું!
જો પ્રીત કરે છે સાદ; પછી પૂછવું શું!

ચાલ પલળીએ સાથે
હાથ  રાખી  હાથમાં
જો વ્હાલ વરસે માથે
આ વર્ષાની સાથમાં
આ હૈયે લાગી આગ; પછી બુઝવું શું!
હું તું અને વરસાદ; પછી પૂછવું શું!

નેહ આભનો અનરાધાર
વરસે  ધરાએ  ધોધમાર
જોજનોનું અંતર અડસેલી
આજ થયા છે આરપાર
આભ ધરાનો સંગાથ; પછી રુકવું શું!
હું તું અને વરસાદ; પછી પૂછવું, શું!

તારી આંખોથી વરસે
હેતની એવી હેલી
અબોલડાં મૂકી કોરાણે
થઈ જાઉં હું તો ઘેલી
આ મોસમનો મિજાજ; પછી રુઠવું શું!
હું તું અને વરસાદ; પછી પૂછવું શું!


Rate this content
Log in