Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મજા આવે મને ,
મજા આવે મને ,
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   14.6K    5


Content Ranking

હોય તારો સાથ ફરવાની મજા આવે મને,
આપ તારો હાથ રમવાની મજા આવે મને.

શું મજા ખાબોચિયામાં આમ તરવામાં મળે,
હોય પાણી ઊંડુ તરવાની મજા આવે મને.

આભમાં વાદળ બનીને છે રખડવું સાથમાં,
જો પછી કેવી રખડવાની મજા આવે મને.

ફરકવું છે આંખમાં તારી મને ઓ સાજન,
તું બને સ્વપ્ન, ફરકવાની મજા આવે મને.

વરસવું છે રોજ મનમૂકી મને તો આમ જ,
તું બને ધરતી, વરસવાની મજા આવે મને.

છે તરસવાનું નસીબે 'જશ' અમારે આમ જ,
હોય સાથે તું, તરસવાની મજા આવે મને. 

આંખ સપનું તરવું મજા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..