Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parikshit Joshi

Others

3  

Parikshit Joshi

Others

મમ્મી, મધર, મોમ, તું મારી માવડી રે

મમ્મી, મધર, મોમ, તું મારી માવડી રે

2 mins
6.7K


મમ્મી, મધર, મોમ, તું મારી માવડી રે
જીવનમાં મારા તું જ પહેલી નારી!
 
ગર્ભાકાળથી બંધાયો આપણો આ નાળસબંધ
તારા થકી દાદી, બહેન, પત્ની સાથને સબંધ
મમ્મી, મધર, મોમ, તું મારી માવડી રે
જીવનમાં મારા તું જ પહેલી નારી!
 
ખાતા પીતાં બોલતાં ચાલતાં દોડતાં શીખવ્યું તે
ક્ષણે ક્ષણે અહર્નિશ શ્વસું છું જે શ્વાશોશ્વાસ દીધો તે
મમ્મી, મધર, મોમ, તું મારી માવડી રે
જીવનમાં મારા તું જ પહેલી નારી!
 
મા તું મારી, પણ તારી મા છે તુંથીય તું નાની
બાળ રખોપા કાજે લગીરેય ન કરે પાછીપાની
મમ્મી, મધર, મોમ, તું મારી માવડી રે
જીવનમાં મારા તું જ પહેલી નારી!
 
મા તારી વાતોમાં મને મૌજ આવે ભારી
તું મારી ગુરુ બની છો જીતું દુનિયા સારી
મમ્મી, મધર, મોમ, તું મારી માવડી રે
જીવનમાં મારા તું જ પહેલી નારી!
 
તુંકારે બરકું હું તુજને મા દઉં દિલથી
સો ગુરુની ગરજ સારતી, શીખવે દુનિયા સારી
મમ્મી, મધર, મોમ, તું મારી માવડી રે
જીવનમાં મારા તું જ પહેલી નારી!
 
જગતજનની મા તું તારા જેવી જનભોમકા
વ્યક્ત થાઉં જેમાં એ મારી વ્હાલી માતૃભાષા
મમ્મી, મધર, મોમ, તું મારી માવડી રે
જીવનમાં મારા તું જ પહેલી નારી!
 
સાચું રે સગપણ આપણું સ્વર્ગ તારા ચરણે વસતું
દુ:ખે દુ:ખણા લેતી તું, સુખે શૂન્ય થઈ જાતી
મમ્મી, મધર, મોમ, તું મારી માવડી રે
જીવનમાં મારા તું જ પહેલી નારી!
 
ડે ઉજવણીમાં આજે માતૃદેવો ભાવ ભૂલાયા
પ્રણમું વારંવાર તને, તુજ કૃપાએ અમે સવાયા
મમ્મી, મધર, મોમ, તું મારી માવડી રે
જીવનમાં મારા તું જ પહેલી નારી!
 
ખમ્મા મારા લાલ કહેતી સાંભળું હું સદાયે
નથી જોઈતું કાંઈ કશું, તારું છત્તર રહે સદાય
મમ્મી, મધર, મોમ, તું મારી માવડી રે
જીવનમાં મારા તું જ પહેલી નારી!


Rate this content
Log in

More gujarati poem from Parikshit Joshi