Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

0.8  

Pragna Vashi

Others

વિચારું છું

વિચારું છું

1 min
13.5K


હું પૂરા સત્ય સાથે જાતને ધરવા વિચારું છું,
બધા પ્રશ્નોને એ રીતે જ હલ કરવા વિચારું છું.

સપાટી પર વહી સંવેદના એથી બધાં ડૂબ્યાં,
જગત હું ભાઈચારા પ્રેમથી તરવા વિચારું છું.

બધાં તોફાન ને ઝંઝા, વમળ વચ્ચે રહીને પણ,
સમજને શાંત કિનારે હું ઊતરવા વિચારું છું.

ભલેને એક ક્ષણમાં નેટ પર જોડાય છે દુનિયા,
હું મારી જાતને ધીરેથી સર્ચ કરવા વિચારું છું.

બચી કોડી લખોટી ને બચ્યાં છીપલાં હથેળીમાં,
મૂકી ખિસ્સે હું શૈશવ ઘર તરફ ફરવા વિચારું છું.

બીજાંઓ તો શિખર ભૂલ્યાં અને દરિયાય તરછોડ્યાં,
સકળ સપનાંને ચાહી હું જગત તરવા વિચારું છું.


Rate this content
Log in