Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

ડૂસકાં સંભળાય છે

ડૂસકાં સંભળાય છે

1 min
1.3K


હજીય થોડાંક ડૂસકાં સંભળાય છે 
હજીય બધીર દિવાલો પડઘાય છે 

આદત ન હતી ફરિયાદ કરવાની તને 
મૌનની પરિભાષા કદી ન સમજાઇ મને 
આજેય થોડાંક નિસાસા અથડાય છે 
હજીય થોડાંક ડૂસકાં સંભળાય છે 

બનાવવાં હતાં અરમાનોના મિનારા 
હોય ના જેને કોઇ સામે કિનારા 
સોનેરી સ્વપ્નો અહીં ધરબાય છે 
હજીય થોડાંક ડૂસકાં સંભળાય છે 

ન બોલ્યા તમે, ન કહ્યું કદી અમે 
જોઇ રાહ તમે, જોઇ રાહ કદી અમે 
મનસુબાઓ કદિ ક્યાં પરખાય છે 
હજી પણ થોડાંક ડૂસકાં સંભળાય છે 

હજી તો પ્રણયની કરી હતી શરુઆત 
હતી 'જશ' મધુર સંગાથની જરુરિયાત 
શમણાઓ ચાતક બની તરસાય છે 
હજીય થોડાંક ડુસકાં સંભળાય છે 

હજીય થોડાંક ડૂસકાં સંભળાય છે 
હજીય બધીર દિવાલો પડઘાય છે 


Rate this content
Log in