Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Romance

5.0  

Bindya Jani

Romance

પ્રેમ

પ્રેમ

1 min
298


છે તારો અહેસાસ મને,

ને મારો અહેસાસ તને,

એ જ છે પ્રેમ.


મૂક શબ્દો વચ્ચે વહેતો,

તોય એ બહુ ગમતો,

એ જ છે પ્રેમ.


પ્રેમની પરિભાષામાં અટવાતો,

તારા ને મારા વચ્ચે શ્વસતો,

એ જ છે પ્રેમ.


પ્રેમનાં સહવાસમાં ખોવાતો,

તને મળીને બધું જ ભૂલતો,

એ જ છે પ્રેમ.


સંવેદનાને વાચા આપતો,

ને સબંધોને સાચવતો,

એ જ છે પ્રેમ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance