Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

તમારી ચાહના

તમારી ચાહના

1 min
6.8K


સાદી સમજમાં એટલું લાધી ગયું મને,
તારા વગરનું આયખું તાણી ગયું મને.
 
નો'તી તમારી ચાહના કિંતુ નસીબમાં,
જીવન મધુરા ખ્વાબમાં નાખી ગયું મને.
 
ઠોકર બચાવી ચાલવું અઘરું નતું છતાં,
તોયે પ્રણયના ચાબખા મારી ગયું મને.
 
ખેંચી રહેલી ગેબની શક્તિ પ્રભાવમાં,
મનના ઘસરકે ચાલતા ફાવી ગયું મને.
 
હોશોહવાસે આપણો કાબુ નથી હજુ,
જાણી અજાણી રાહમાં ઢાળી ગયું મને.
 
બચવું હવે તો લાગતું અઘરું પ્રભાવથી,
જેના લગાવે સ્નેહમાં વારી ગયું મને.
 
કીધી ઘણીયે કામના ટાળી જવા સબબ,
માસૂમ નજરના તીરથી મારી ગયું મને.


Rate this content
Log in