Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

તમે ક્યાં છો?

તમે ક્યાં છો?

1 min
14.1K


વરસતી સાંજ, વ્હેતી ક્ષણ, હૃદય બેબસ તમે ક્યાં છો?

ભીતર છે આગ એવી કે બની પરવશ, તમે ક્યાં છો?

 

વિરહની ડાળે બેસી એક કોયલ જ્યાં ટહૂકી ત્યાં,

ખૂંચે વૈશાખનો પગરવ બની કર્કશ, તમે ક્યાં છો?

 

હજી તો આગને ના સાંપડ્યો વેરી પવનનો સાથ,

છતાં તણખો બને છે યાદનો આતશ, તમે ક્યાં છો?

 

પ્રવાસી પ્રેમની છું ને આ યાદી કૈં મુકામોની,

વચાળે તમને મળવાનું કરું સાહસ, તમે ક્યાં છો ?

 

મને વરસાદ ગમતો એનો મતલબ એ થયો, પ્રિયે,

જગત આખું બને છે પ્રેમરસ, સારસ, તમે ક્યાં છો?


Rate this content
Log in