શું કરું?
શું કરું?
શું કરું આ છાનાં ડુસકાનું શું કરું?
હૈયે લીધેલા આ ચાબખાનું શું કરું?
સહજતાથી સમજું લાગણી તારી,
પણ તારા વહેતાં આંસુનું શું કરું?
અણસમજું હજી આ દિલ છે મારું,
દુનિયાદારીની આ સલાહોનું શું કરું?
રસ્તો એક જ છે એના મારા માર્ગનો,
વચ્ચે આવતા એ મુકામનું શું કરું?
સાંખી લે છે હ્રદય દુનિયાની વાતોને,
વગર વાંકે આવતા નામનું શું કરું?
હું તો મારા મહીં એકલો જ ભટકું,
મારા સાથે ભટકતા ‘આભાસ’નું શું કરું?