પુરવાર કર...
પુરવાર કર...
1 min
13.5K
એમ તું પાછળ રહી ના વાર કર,
હો તું નિર્ભય તો તને પુરવાર કર.
જે કરે તે પ્રેમથી સાભાર કર,
જિંદગીને એમ તું, સાકાર કર.
જિંદગીના આયનાનું બિંબ તું,
આંખે દેખ્યાં સત્યનો સ્વીકાર કર.
ટીલે ટપકે તું અગર થાકી ગયો,
ભીતરે બસ એકલો ૐકાર કર.
જ્યાં ઊભો એ છાંયડો છે વૃક્ષનો,
કેમ કરવત તું બને ? વિચાર કર.
હર ક્ષણે જીવી જવા તૈયાર છું,
સ્હેજ આવી ચેતના સંચાર કર.
સૂર્યને ઝાકળ પૂછે, મોડું થયું ?
ઝળહળાવીને પછી તું વાર કર.
દેવ–દાનવ બેઉ ભીતર છે છતાં,
માનવી છે, માનવી અવતાર કર.