Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
બધું જ સમજાય છે
બધું જ સમજાય છે
★★★★★

© Mayurkumar Jethava

Others

1 Minutes   7.2K    9


Content Ranking

આવતી કાલને માણવા આજની ઘડી વેડફાય છે,

ઘડિયાળનાં દરેક ટકોરે તારી જિંદગી જો... જાય છે.

વળી કહે છે, "મને બધું જ સમજાય છે..."

 

ચાર પૈડાંની ગાડીમાં રોજ દવાખાને જાય છે,

વજન જો વધે તો તરત ડાયટ પર આવી જાય છે,

એથી સારી જિંદગી તો મજૂર જીવી જાય છે.

વળી કહે છે, "મને બધું જ સમજાય છે..."

 

થાળ ધરવા ને આરતી કરવા એ રોજ મંદિરે જાય છે,

"જેવી તારી આજ્ઞા પ્રભુ..."નું માત્ર સ્મરણ જ થાય છે,

એના માર્ગ પર ચાલવાની હિંમત જ ક્યાં કોઈથી થાય છે.

વળી કહે છે, "મને બધું જ સમજાય છે..."

 

અંતે પોતાની જાતને એ જાણતો થાય છે,

સફરની મજા એ માણતો થાય છે,

ત્યાં જ સમય આવીને ટકોર કરી જાય છે,

જો તારી મંજિલ નજીક આવતી દેખાય છે.

વળી કહે છે, "મને બધું જ સમજાય છે..."

"બધું જ સમજાય છે..." "બધું જ સમજાય છે..."

 

 

 

 

 

જીવનની સફર

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..