Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ankit Gorasiya

Others

0.0  

Ankit Gorasiya

Others

રહેવા દો

રહેવા દો

1 min
14.2K


તમે જો રાહ ચીંધશો તો જ ચાલી શકીશ હું એટલે,
તમે ખુદને મારાથી એક ડગલું આગળ રહેવા દો.

વરસ્યા બાદ હું અદ્રશ્ય થઈશ પણ સાચવજો તમે,
ધરતી બની ઝીલી લ્યો એવું મને વાદળ રહેવા દો.

ગલતફહેમીનો તાપ ન આવવા દો તો સારું રહેશે,
સુકાયેલા જીવનપર્ણો પર પ્રેમનો ઝાકળ રહેવા દો.

એની જ કાળાશથી તો ચમકે છે આ આખું જીવન,
ભલે કશું રહે ના રહે,તમારી આંખે કાજળ રહેવા દો.

બધુ જ તમે લઈ જશો “અંકિત” તો હું લખીશ કેમ?મારી પાસે તમારા નામની એક બે પળ રહેવા દો.


Rate this content
Log in