Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અંતરનાં ઊંડાણેથી
અંતરનાં ઊંડાણેથી
★★★★★

© Jigisha Raj

Others

1 Minutes   13.9K    4


Content Ranking

સમુદ્રમંથનનું નીકળેલું
ભયંકર, ભયાનક, નીલકંઠી વિષ,
મારા આખેઆખા
અસ્તિત્વના વલોપાતને
વલવલી, મથીમથી
શ્વાસોશ્વાસની પરાકાષ્ઠાએ
ખોવાયેલા એક સપનાને ખેંચીને જયારે બહાર લાવ્યું...

રહી ગઈ બે પાંપણોની વચ્ચેની
મળવાની પહેલાંની,
પીળી આંખોની વચ્ચેની
કાળી કીકીમાં રહેલી
પડછાયાઓની પ્રીત...

જીવું છું એના કારણે
અહીં ફરીવાર થાય એક મંથન અમૃત
મળી જાય, એ
અમરત્વ... બસ...

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..