ઉપેક્ષા કરું છું
ઉપેક્ષા કરું છું
1 min
13.7K
વિરહની હંમેશાં ઉપેક્ષા કરું છું,
તમે ક્યારે આવો? પ્રતીક્ષા કરું છું.
ફળી, ઘર કર્યા પગ તળે એક મેં તો,
ધીરજની હું કેવી પરીક્ષા કરું છું?
ઘણી સાફસૂફી મેં ભીતર કરીને,
બચી લાગણીની હું રક્ષા કરું છું.
નથી ક્ષણ પછી શું થવાનું એ જાણું,
છતાં પણ જીવનની સમીક્ષા કરું છું.
મળ્યું ફૂલ ને તું શું ફૂલદાની ચાહે?
સદા લોભી મનને હું શિક્ષા કરું છું.