Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


આંખોનું નીર

આંખોનું નીર

1 min 6.8K 1 min 6.8K

ટીપે ટીપે આજે મારું વાદળ કેવું ટહુંક્યું
ધીમે ધીમે કોઈ મજાનું હૈયે આવી મહેક્યું

અરધા કાચા, અરધા પાકા
ઉજાગરા ને આઘો ઠેલો
શમણાંનાં સથવારે આવે
દરિયો આખો ઘેલો - ઘેલો
છલક છલકતી હૈયા ધારે આંખોનું નીર છલક્યું.
ટીપે ટીપે આજે મારું...

શોનલવરણી કાયામાંથી
ચીસ સામટી જાગી
હરખેથી દોડીને હું તો
ઉંબરમાંથી ભાગી
અલક-મલકનું ગીત મધુરું વાલમજીનું ગહેક્યું
ટીપે ટીપે આજે મારું...

મઘમઘ થાવું ને મલકાવું
ગમતીલા સંગાથે
વ્હાલપનો વરસાદ ઝીલીને
રહું બલમજી સાથે
નાજુકને નખરાળું હૈયું ઝાંઝરમાં જઈ બહેકયું
ટીપે ટીપે આજે મારું...


Rate this content
Originality
Flow
Language
Cover Design