Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ના કર
ના કર
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   6.6K    5


Content Ranking

આમ તું ખોટી કચકચ ના કર,
છોડી દે બધું ટકટક ના કર.

ભાગ્યમાં મળવાનું તે મળશે,
નાહક અમથું ફરફર ના કર.

કશું પણ કામ નહી આવે તને,
ખોટું ખોટું ભરભર ના કર.

થા તું વસંત અને કર ટહુકા,
પાનખરે તું ખરખર ના કર.

સંતાડી દે પ્રેમ તણાં ફૂલ,
ગુલદસ્તા તું ધરધર ના કર.

પાષાણ જમીન અહીં છે બધે,
આમ ગમે ત્યાં ઝરઝર ના કર.

પેટ ભલેને દોડાવે તને,
પારકું સમજી ચરચર ના કર.

સપનામાં આવે તું ચાલશે,
આમ ગમે ત્યાં સરસર ના કર.

લખવું હો તારે, લખ ઉત્તમ,
અગડં બગડં લખલખ ના કર.

રડવું હોય તો દિલથી લે રડી,
ખોટું ખોટું હસહસ ના કર.

મરવાનું છે 'જશ' એક વખત,
વારંવાર તું મરમર ના કર.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..