Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipal Upadhyay

Others

3  

Dipal Upadhyay

Others

કાના વિષે શું કહું!

કાના વિષે શું કહું!

1 min
6.9K


ખાઈલે દિકરા.. કેમ મનાવું તને
ચાલ
નટખટ
કાનો બતાવું
 
કાના વિષે શું કહું!
કેટલું કહું!
ગમે તેટલું કહું દિકરા પણ તું તો હજુય છે અપરિભાષિત,
અેવોજ આ
"કાનો" અપરિભાષિત
 
પ્રેમનો સાગર કહું! કે ચેતનાનું ચિંતન કહું!
પ્રિતી કે પછી ગાગર કહું! કે આત્માનું મંથન કહું!
 
પૃથ્વીનો માનવ કહું! કે નિર્લેપ યોગેશ્વર કહું!
દેવકીનો ખોળો કહું! કે યશોદાનો લાલ કહું!
 
પારંગતની ગુંથણી કહું! કે ગાયોનો ગોવાળ કહું!
કંસનું ઝેર કહું! કે ભક્તોનું અમૃત કહું!
 
જેલમાં જન્મેલો કહું! કે ગોકુળનું પારણું કહું!
રુકમણીનો શ્રી કહું! કે સત્યભામાનો શ્રીતમ કહું!
 
દેવકીનો દુલારો કહું! કે યશોદાનો લાલ કહું!
વાસુદેવનો તનય કહું! કે નંદનો ગોપાલ કહું!
 
નદીઆેની જેમ વહેતો કે પછી સાગરની જેમ ગહેરો કહું!
ઝરણાંની જેમ ઝરતો કે પ્રકૃતિનો ચહેરો કહું!
 
આત્માનું ચિંતન કહું! કે પ્રાણેશ્વર પરમાત્મા કહું!
સ્થિરચિત્ત યોગી કહું! કે પરમ સર્વાત્મા કહું!
 
ગોપીઓ નો વ્હાલો કહું! કે રાધાનો જ "કાન" કહું!
કંઈ પણ કહું તોય
તું ને આ 'કાન' અપરિભાષિત.


Rate this content
Log in