દર્દ જાણે ફરાર લાગે છે
દર્દ જાણે ફરાર લાગે છે
1 min
14K
દર્દ જાણે ફરાર લાગે છે,
આપની સારવાર લાગે છે.
ભીતરે સૂનકાર લાગે છે,
નક્કી કો, આવનાર લાગે છે.
કેવાં સૌ બેકરાર લાગે છે,
શસ્ત્ર સાથે કરાર લાગે છે.
ચોપડીનોય ભાર લાગે છે,
બાળ કાંધે વખાર લાગે છે.
આમ જોતાં પ્રાંતવાર લાગે છે,
તેમ જોતાં ખુવાર લાગે છે.
છેલ્લી બાજીય તેં જીતી લીધી,
જાત ઉપર મદાર લાગે છે