Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manu V Thakor

Inspirational

3  

Manu V Thakor

Inspirational

અસબાબ

અસબાબ

3 mins
6.8K


વતનની વાટે 

કેટલુંય છૂટી ગયું... 

ઘણી યાદો ને ઘણી ફરીયાદો, 

ક્યાંક હજુ પાછા બોલાવતા રહ્યા એ સાદો, 

કેટલો ભરચક હતો એ ભર્યા ભાવમાં 

અને આજ જીવી રહ્યો જોને અભાવમાં, 

ઘર, આંગણ, ફળિયું, 

ને રોકતું હતું એ દેશી નળિયું, 

લંગોટીયા મિત્રોની યારી, 

મા - બાપુ ને નાનકી બેના પ્યારી, 

ઘરનો ઝાંપો, ગામનો ચોરો - ચબૂતરો, 

પાદરનો પીંપળો, ખેતરોની પગદંડી, 

તળાવની પાળ, વગડાના ઝાડ, 

નદીના રેતાળ પટ... કૂવા-વાવ તણાં પનઘટ, 

કેટલું બધું જીવાતું હતું મારા અસબાબમાં? 

ક્યાં રહ્યું...? 

હવે ઘુંટાતો જીવી રહ્યો આ ફ્લેટની 

ચાર દિવારમાં, ફર્નિચર, સોફાસેટ, 

ને નાની-મોટી ઘરવખરી સાથે, 

શહેરની ગૂંચવાએલી

ગલીઓમાં અથડાતો અટવાતો 

દોડી-હારી સાંજે થાકીને આવી જતો, 

બેસી જતો ધરની અગાસીમાં પડેલી 

આરામ ખુરશીમાં,

સ્મરણોનો અઢળક કાફલો આવી ચડતા 

હલબલાવી મુકતો મુજને, 

કહેતો રહેતો ભીતર ભીતર, 

ક્યાં ખોવાઈ ગયો... સા'બ

એ રૂડો... અસબાબ? 

શું આપી શકું હું? 

એ સવાલનો જવાબ..?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational