Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jagat Patel

Others

2  

Jagat Patel

Others

શમણું

શમણું

1 min
1.2K


બોલ બોલ તારે શું જોઈએ?
આવું આજ એ ઈશ્વરે મને કહ્યું..
 
મેં કહ્યું મારી વીતેલી પળોને કલ્પનાઓ આપી દે... બસ...
 
હા તો બોલ શું શું છે એમાં?
 
એક તો મારું બચપન.. નિર્દોષ હાસ્ય..
ખેતરના સેઢે તારું લીંગ બનાવી રમવું..
ઠીકરીને ઠેસ મારી રમવું એ ચોખંડ..
બળદગાડામાં બેસી હુરરરર.. વાળી ચિચીયારી..
મિત્રો સાથેના એ નિર્દોષ ઝઘડા..
ઉત્તરી વાયરે પતંગ પાછળની દોડ..
વહેતી સરિતામાં ધડુમ દઈને મારેલા ભૂસકા..
સાયકલની સવારીએ રમેલો પક્કડદાવ..
ભિંજાતા વરસાદે હુતુતુતુની એ રમત..
ઉંબરે ચડી યુવાનીના જોતા તારી કલાકૃતિને..
જેના જોયા હોય શમણા..
એ હકીકત બની આવી ત્યાં સુધીની સોનેરી પળોને..
આવી મુજ આંગણે સજીને સોળ શણગાર
બની ગઈ મારામાં એકાકાર..
આપી અનમોલ નીશાની ને મુખપર
છવાયેલી મારી એ ઘડીને..
બસ આટલીજ છે આ જગતની ઝંખના..
 
ને-
એ ઈશ્વર બોલ્યો..આજ એના કરતા પણ વિશેષ છે..
 
મેં પૂછ્યું કેમ? એ બોલ્યો..
 
એ કલ્પનાઓ આજ તારી હકીકત છે એને જીવવી કે કેમ એ તારા હાથમાં છે...
અને એ આગળ કાંઈ બોલે એ પહેલા જ હું જાગી ગયો...
 
 


Rate this content
Log in