Manu V Thakor

Others


3  

Manu V Thakor

Others


વગાડ વ્હાલા વાંસળી મધુર...

વગાડ વ્હાલા વાંસળી મધુર...

1 min 6.5K 1 min 6.5K

તારી વાંસળીનાં મીઠા છે સૂર
વગાડ વ્હાલા વાંસળી મધુર
 
ભૂલી સાન-ભાન જઈ તુજમાં એક તાન થઈ
હું તો થઈ જાઉં જોને ચકચૂર
વગાડ વ્હાલા વાંસળી મધુર...
 
ગોકુળ ગલીઓમાં જઈ મટકી વેચવાને મહીં
નામ માધવ છે જોને મશહૂર
વગાડ વ્હાલા વાંસળી મધુર...
 
ભૂલ્યા ગોપીઓનાં ગીત પાછા આવો મન- મીત
વસ્યા જઈને દ્વારિકા અતિ દૂર
વગાડ વ્હાલા વાંસળી મધુર...


Rate this content
Originality
Flow
Language
Cover Design