Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

ફરવાના હવે

ફરવાના હવે

1 min
13K


આ ટહૂકાને શું કરવાના હવે ?

મોરપીંછ તો રોજ ખરવાના હવે .


વાંસળીના સ્વર મૌન બન્યા બધા ,

મોરલીધર કેમ મળવાના હવે ?


કોઇ આઘું જઇ વસે છે એટલું ,

આંખમાંથી આંસુ સરવાના હવે .


બાગ હૈયાના થયા ઉજ્જડ બધા ,

ફૂલ વાસી રોજ ધરવાના હવે .


જીંદગીનું આ ચક્ર 'જશ' ચાલશે ,

રોજ ફેરા આમ ફરવાના હવે .


Rate this content
Log in