Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chirag Padhya

Inspirational Others

3  

Chirag Padhya

Inspirational Others

સપૂત

સપૂત

1 min
8.0K


માત પિતાના અરમાનોનું માન ના રાખે કોઈ,

ઘડપણની કદર કરીને સત્ય ના સાંખે કોઈ.


પુત્ર જન્મની ખુશહાલીમાં ના જાણે એ તાત,

પુત્ર ઘણા પાકતા પણ સપૂત પાકે કોઈ.


વૃદ્ધત્વની કરુણા પર નજર ના નાખે કોઈ,

કેટલી પીડા છુપાઈ ? ભીતર ના ઝાંખે કોઈ.


અગણિત ઉપકારો છે રાખે ક્યાં કોઈ લાજ ?

પુત્ર ઘણા પાકતા પણ સપૂત પાકે કોઈ.


ઘડપણનું ગબડતું ગાડું, પુત્ર ના હાંકે કોઈ,

વેદના મનમાં કેવી છે ? સ્વાદ ના ચાખે કોઈ.


કપૂત અને સપૂતના કુદરત, રાખ ના તું ભેદ,

પુત્ર ઘણા પાકતા પણ સપૂત પાકે કોઈ.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational