વાત મારી સાવ ખુલ્લી
વાત મારી સાવ ખુલ્લી
1 min
13K
વાત મારી સાવ ખુલ્લી, સ્હેજ પણ મોઘમ નથી,
મળ મને શંકાઓ છોડી, પ્રેમમાં નાનમ નથી.
કેમ તું માને નહીં કઈં કોઈનું કીધું કદી?
એનું કારણ શું વળી એણે દીધેલા સમ નથી?
સાવ એવું તો નથી કે કોઈ બંધન નહિ ગમે,
સાત ફેરામાં તું બાંધે તો મને કંઈ ગમ નથી.
ચાલ આપણ બેઉ થઈને વિશ્વ નોખું સ્થાપીએ,
એ બતાવી આપીએ કે આપણે કૈં કમ નથી.
સાચે રસ્તે ચાલવામાં એક આ ખુમારી રહી,
વિશ્વ પ્રજ્ઞાને ઝુકાવે? વાતમાં કૈં દમ નથી.