ખબર નથી : શૌર્ય.
ખબર નથી : શૌર્ય.
મને મારા ઘરખર્ચ કરતા કેટલુ વધે એનુ ટોટલ, ખબર છે,
બાકી એરિસ્ટોટલે શુ કીધુ એ ખબર નથી,
મને સવારે ને સાંજે જમવામા શુ હશે ડિશે,એ ખબર છે,
બાકી સોક્રેટીસે શુ કીધુ એ ખબર નથી,
દીકરાને સાંજે,મરાવવાનો એક આટો,એ ખબર છે,
બાકી પ્લાટો એ શુ કીધુ એ ખબર નથી,
પેહલા ઘર બાકી બધુ અધ્ધર, સુવાક્ય,ખબર છે,
બાકી ચાણક્યએ શુ કીધુ એ ખબર નથી,
ગમે તેટલુ જીવીએ, અંતે તો બધુ ભષ્મ,ખબર છે,
બાકી પિતામહ ભીષ્મએ શુ કીધુ એ ખબર નથી.