મારે શું કરવાનું
મારે શું કરવાનું
જ્યાં બાળક ડાળે ઝૂલાના ઝૂલે,
એ ડાળીને મારે શું કરવાનું.
જ્યાં પંખી ડાળે માળાના બાધે,
એ ડાળીને મારે શું કરવાનું.
જેને સુખના ફૂલો કદિના ફાલે,
એ ડાળીને મારે શું કરવાનું.
જ્યાં એક્કે ફળ ડાળે પણ ના લાગે,
એ ડાળીને મારે શું કરવાનું.
જ્યાં ઋતુના સમ્માને પર્ણોના ખરે,
એ ડાળીને મારે શું કરવાનું.
જેની છાયામાં કોઈના મ્હાલે,
એ ડાળીને મારે શું કરવાનું.
જ્યાં છનછન કરતાં ગીતોના નાચે,
એ ડાળીને મારે શું કરવાનું.