Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jitendra Bhavsar

Inspirational

3  

Jitendra Bhavsar

Inspirational

પરનામજી

પરનામજી

1 min
7.1K


આજ છે તો આજને પરનામજી,

તે પછી હો કાલને પરનામજી.

મારજો મનમાં રહેતા રાવણો,

બાદમાં હો રામને પરનામજી.

જે અહીં સાચા ભરોસા પાડશે,

આદમી બે-ચારને પરનામજી.

યાદ સંગાથે લઇ ઢળતી નથી,

તો ય ગમતી સાંજને પરનામજી.

લ્હેર જેના રાજમાં સૌને રહે,

તો કરો એ રાજને પરનામ

પરનામજી = પ્રણામજી સમજવું .


Rate this content
Log in