પ્રમાણી હોય છે
પ્રમાણી હોય છે
1 min
13.3K
જિંદગી જેણે પ્રમાણી હોય છે,
શ્વાસ સંવેદન ઉજાણી હોય છે.
જે ખમે અન્યાય ને જુલ્મો સિતમ,
આંસુઓ એની કમાણી હોય છે.
દોડવાનો થાક શું ત્યાં લાગશે?
ઝાંઝવાં બદલે જ્યાં પાણી હોય છે.
જાનકી સમ મોહ ને હઠ હોય જ્યાં,
ત્યાં જ લક્ષ્મણરેખા તાણી હોય છે.
જન્મતાંની સાથ તરછોડી શકે,
મા શું મમતાથી અજાણી હોય છે?