Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational Tragedy

4  

Chaitanya Joshi

Inspirational Tragedy

આ દુનિયાએ

આ દુનિયાએ

1 min
14.1K


જેણે દાઝયા ઉપર ડામ દીધા છે આ દુનિયાએ,

અમી આંચકી વિષઘૂંટને પાયા છે આ દુનિયાએ.


પોતાનાં જ થૈ પારકાંને ઉગામતાં શસ્ત્ર સન્મુખ,

હતાં જે હક્કનાં ઝૂંટવીને લીધાં છે આ દુનિયાએ.


હાજરીમાં થતી વાત મધમીઠીને સરાહના વળી,

પીઠ પાછળ કાવાદાવા ખેલ્યાં છે આ દુનિયાએ.


જશરેખા તો જાણે કે જડમૂળથી નાખી ભૂંસી,

અપજશને આરોપોને મૂક્યાં છે આ દુનિયાએ.


સ્વાર્થરત થઈને કેવા કેવા પ્રપંચો રચ્યા જેણે,

હક્ક લઈ ફરજને કેવી ચૂક્યાં છે આ દુનિયાએ.


ભણાવજે પાઠ એવા પશુથી બદતર માનવીને,

બીજાના ઉપકારોને એ ભૂલ્યાં છે આ દુનિયાએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational