Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Himal Pandya

Others

1.0  

Himal Pandya

Others

જાવું!

જાવું!

1 min
13.4K


ઊગીને આથમી જાવું ને ઊભરાઈ શમી જાવું;
રમકડું અેના હાથોનું છીએ, અેથી રમી જાવું;

બને ક્યારેક અણગમતું કશું તો સમસમી જાવું;
પછી સ્વીકારવું ખુલ્લા દિલે, સઘળું ખમી જાવું;

ડૂમો થઈને ઘણું સચવાઈ જાતું હોય છે તો યે,
રહે છે ફાયદામાં સ્હેજ આંખોનું ઝમી જાવું! 

અમે અસ્તિત્વ પામ્યા આગિયાનું એટલે સમજ્યાં!
મળે જો રાત અંધારી તો થોડું ટમટમી જાવું;

જીવન જીવવાની ફિલસૂફી બહુ સહેલી ને સાદી છે,
કદી પળવાર માટે કોઈને થોડા ગમી જાવું;

મને શીખવા મળ્યું છે એક ઊંચા વૃક્ષ પાસેથી,
કે ઝંઝાવાતમાં ટકવાનો રસ્તો છે, નમી જાવું


Rate this content
Log in